અમારા લોકો
સાથે મળીને કામ કરવું, પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવી, નેતૃત્વની ક્ષમતાઓમાં વધારો કરવો અને ઝડપી ગતિ, ગૌરવ અને જોશની સાથે કામ કરવું
Tata Shaktee Products come with a promise of quality and assurance.
ડીલર
જીલ્લા
તાલુકા
ઉપભોક્તા
અમે મૂલ્ય સૃજન અને કૉર્પોરેટ સિટિઝનશીપ માટે વૈશ્વિક સ્ટીલ ઉદ્યોગમાં બેંચમાર્ક હાંસલ કરવાની અપેક્ષા રાખીએ છીએ. અમે નીચે આપેલ મુજબ અંતર લાવીએ છીએ:
સાથે મળીને કામ કરવું, પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવી, નેતૃત્વની ક્ષમતાઓમાં વધારો કરવો અને ઝડપી ગતિ, ગૌરવ અને જોશની સાથે કામ કરવું
સૌથી મનપસંદ સપ્લાયર બનવું, વિશેષ પ્રોડક્ટ અને સેવાઓ પ્રદાન કરવી અને ગ્રાહકો માટે મૂલ્યોનું નિર્માણ કરવું
એક સુરક્ષિત કાર્ય-સ્થળ પ્રદાન કરવું, પર્યાવરણનું સન્માન કરવું, આપણાં સમાજનું ધ્યાન રાખવું અને ઉચ્ચ નૈતિક સ્ટેન્ડર્ડ અનુસાર કામ કરવું
ટાટા કોડ ઑફ કંડક્ટનું પાલન કરીને, પોતાના કાર્યના વિભિન્ન ક્ષેત્રો માટે કેટલાક સક્રિય સિદ્ધાંતો અનુસાર જ ટાટા સ્ટીલની પોલિસીઓ બનાવવામાં આવી છે. આ કંપનીની કાર્ય-પદ્ધતિને સ્પષ્ટ રૂપથી વ્યાખ્યાયિત કરીને પ્રક્રિયા લાગુ કરવામાં મદદ કરે છે.
તકનીક, પ્રક્રિયા અને ઉત્પાદનોમાં અત્યાધુનિક સમાધાનોનું નિર્માણ કરવું
અમારા સંસ્થાપક જમશેદજી ટાટાના લક્ષ્ય અને મૂલ્યો પર આગળ વધીને ટાટા સ્ટીલ કર્મચારીઓ અને સામગ્રીઓના ઉપયુક્ત ઉપયોગ દ્વારા ભારતના ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવા માંગીએ છીએ. આધુનિક સંચાલન પદ્ધતિનું પાલન કરીને અત્યાધુનિક તકનીક અને વધુ ઉત્પાદનના માધ્યમથી આ લક્ષ્ય હાંસલ કરવામાં આવશે.
એક મજબૂત અને સ્થાયી સંસ્થાની પમુખ વિશેષતાઓમાં ઇમાનદારી અને વિશ્વસનીયતાના મહત્વ વિશે ટાટા સ્ટીલ જાણે છે અને સાથે જ તે પણ જાણે છે કે આર્થિક પ્રવૃત્તિઓ જ મુખ્ય આધાર છે.
એકંદર, કંપની એક ભયથી મુકત પરિવેશમાં પોતાના દરેક કાર્યમાં ઉત્કૃષ્ટતાના શિખરો સુધી પહોંચવા માંગે છે અને તેનાથી લોકતાંત્રિક મૂલ્યોમાં કંપનીના વિશ્વાસની પુષ્ટિ પણ થાય છે.
અમારા બધા કાર્ય અમે નિષ્પક્ષતા, ઇમાનદારી, પારદર્શિતા અને નૈતિકતાની સાથે કરીશું; અમારા તમામ કાર્યો સાર્વજનિક તપાસની કસોટી પર ખરા ઉતરવા જોઈએ.
અમે ગુણવત્તાના સર્વાધિક માનકને હાંસલ કરવા માટે સતત પ્રયાસ કરતા રહીશું અને હંમેશા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરીશું.
અમે આપણાં લોકો અને ભાગીદારોમાં રોકાણ કરીશું, સતત અધ્યયનના અવસર પ્રદાન કરીશું તથા વિશ્વાસ અને પરસ્પર સમ્માનના આધારે સૌહાર્દપૂર્ણ અને સહયોગાત્મક સંબંધનું નિર્માણ કરીશું.
અમે અમારા વ્યવસાયમાં પર્યાવરણીય અને સામાજીક સિદ્ધાંતોને સામેલ કરીશું અને લોકો પાસેથી જેટલું મેળવીશું તેનાથી કેટલાય ગણું તેમને પરત કરવાની ખાતરી કરીશું.
અમે નિડર થઈને કુશળતાપૂર્વક કામ કરીશું અને હિંમતપૂર્વક પડકારોનો સામનો કરીશું અને ગ્રાહકોની મહત્વપૂર્ણ વાતો અનુસાર નવીનતમ સમાધાન તૈયાર કરીશું.